શા માટે જવાબદારીપૂર્વક ખાવું?
સીફૂડ (દરિયાઇ ખોરાક) ગ્રાહકો તરીકે, અમે જે માછલી ખાયએ છીએ તે અમને ગમે છે અને અમારી આશા એ છે કે અમે તેને લાંબા સમય સુધી ખાવાનું ચાલુ રાખીએ છીએ. છેલ્લા 2 દાયકામાં, અમને ગમતી માછલીઓ મેળવવાનું મુશ્કેલ બની રહ્યું છે કારણ કે તેમાંથી ઓછા આપણા મહાસાગરોમાં અસ્તિત્વ ધરાવે છે. આ એટલા માટે થયું છે કારણ કે પકડવામાં આવતી માછલીઓની સંખ્યા તેમની જંગલી વસ્તી (દરિયા)માં ઉમેરવામાં આવતી નવી માછલીઓની સંખ્યા કરતા વધારે છે. જેને આપણે અતિશય માછીમારી (ઓવર ફીશીંઞ)કહીએ છીએ.
માછલી માટે અમારી માંગ માછલીઓની વસ્તી માં વધુ પડતી માછીમારી કરવામાં મહત્વનો ભાગ ભજવે છે.
દાખલા તરીકે ભારતમાં શ્રાવણ અથવા ગણેશ ઉત્સવ (ઓગસ્ટથી સપ્ટેમ્બર)નો મહિનો લો. આ મહિનાઓને પવિત્ર માનવામાં આવે છે, તેથી ઘણા ભારતીયો આ મહિનામાં માછલી ખાવાનું પસંદ કરતા નથી. પરિણામે, આ સમય દરમિયાન માછીમારો માટે દરિયામાં જવું અને માછલી પકડવી આર્થિક નથી.
બીજી તરફ, ક્રિસમસ અને નવા વર્ષની સિઝનમાં માછલીની માંગ વધુ રહે છે અને પરિણામે માછીમારો માછલી પકડવા માટે વધારાનો પ્રયાસ કરે છે. આ ઉદાહરણો અમને દર્શાવે છે કે અમારી પસંદગીમાં માંગ અને ત્યારબાદ અમારા મહાસાગરો પર માછીમારીનું દબાણ વધારવાની ક્ષમતા છે.
આપણે માછલી ખાવાનું એકસાથે છોડીને નહીં પણ કઈ માછલી અને ક્યારે ખાવી તે પસંદ કરીને આપણું કામ કરી શકીએ છીએ. અમે અમારી મનપસંદ માછલીને વર્ષના નિર્ણાયક સમયમાં થોડો આરામ આપી શકીએ છીએ જેમ કે તેમની "પ્રજનન ઋતુ". આ કરવાથી અમે ખાતરી કરીએ છીએ કે અમારી પાસે વર્ષના અન્ય સમયે ખાવા માટે પૂરતી અમારી મનપસંદ માછલી છે! આથી આપણે સીફૂડ જવાબદારીપૂર્વક ખાવું જોઈએ.